માળીયા: દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી વાપીથી ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, માળીયા(મી) પોલીસ સ્ટેશન સી. પાર્ટ પ્રોહીબિશન કલમ-૬૫,એ.ઇ,૧૧૬બી,૮૧,૮૩,૯૮(૨) તથા ઇ.પી.કો.ક. ૪૬૫, ૪૬૮, ૪૭૧ વિ. મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી રમેશભાઈ મેઘજીભાઇ માણોદરા રહે. વાપી, ચલા વિસ્તાર, જી. વલસાડ વાળો હાલે તેના ઘરે હોવાની ચોકકસ બાતમી મળેલ હોય જે બાતમીના આધારે પોલીસ ટીમ સાથે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી રમેશભાઇ મેઘજીભાઇ માણોદરા મુળ રહે. ભચાઉ, ભવાનીપુરતા કચ્છ વાળો વાપી મુકામેથી મળી આવતા તેને હસ્તગત કરી સી.આર.પી. સી.કલમ ૪૧(૧) આઇ. મુજબ દારૂના ગુનામાં અટક કરી આગળની કાર્યવાહી અર્થે માળીયા મી. પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.