માળીયા: ખીરઈ ગામના પાટીયા પાસેથી સબસીડીવાળા ખાતરનો જથ્થો ભરેલી ટ્રક ઝડપાઈ

Advertisement
Advertisement

 

મોરબી જિલ્લામાં સબસિડિવાળું ખાતર ખુલ્લા બજારમાં ગેરકાયદે વેચાણનું નેટવર્ક ઝડપાતા માળિયા(મી) પોલીસે ચાર શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મહેશભાઈ વિરમભાઈ મેવાડા, રહે. વલ્લભીપુર, ભાવનગર, વાહન માલિક પદુભા રહે. ગાંધીધામ, અમદાવાદનાં વેપારી કટારીયા એન્ટરપ્રાઇઝ તથા ગાંધીધામના વેપારી આરોપીઓએ સબસીડી વાળા રાસાયણીક ખાતર નીમ કોટેડ યુરીયાનો ખેતીમાં વપરાશ કરવાને બદલે ઔદ્યોગિક હેતુસર ઉપયોગ કરવા સબસીડી વાળા રાસાયણીક ખાતર નીમ કોટેડ યુરીયાને ટ્રક નંબર જીજે-૧૨-બીવી-૧૬૩૬ વાળીમાં ભરી પરિવહન કરતા હોય જેથી આ બાબતે ખાતર નિયંત્રણ હુકમ ૧૯૮૫ ના ખંડ–૨૫(૧) ની જોગવાઈઓના ભંગ બદલ આવશ્યક ચીજ વસ્તુ ધારા ૧૯૫૫ ની કલમ ૩ નો ભંગ થવાથી આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં કાયદાની કલમ ૭(૧)(એ)(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.