વાંકાનેર તાલુકાના ભલગામ ગામે આરોપી બુધેશ ઉર્ફે બુધો ધીરૂભાઇ ભાલીયાના ઘર પાસે શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો દીનેશભાઇ ભવાનભાઇ મકવાણા રહે હાલ- રાજકોટ, બુધેશ ઉર્ફે બુધો ધીરૂભાઇ ભાલીયા રહે.ભલગામ તા.વાંકાનેર જી. મોરબીવાળાને રોકડ રકમ રૂપિયા 2700 તથા મોબાઇલ ફોન નંગ-01 કિંમત રૂપિયા 5000 એમ કુલ કિંમત રૂપિયા 7700ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય બે શખ્સો ગડો પોપટભાઇ ભાલીયા રહે. ભલગામ તા.વાકાનેર તથા ગોપાલ દેવશીભાઇ ભાલીયા રહે.ભલગામ તા.વાંકાનેર સ્થળ પરથી નાસી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. અને તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.