મોરબીના ખાખરાળા ગામે રહેણાંક મકાનમાંથી ધોળા દિવસે રોકડ તથા સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 6,14,500ના મતામાલની ચોરી કરી કોઈ અજાણ્યો ઈસમ લઈ ગયો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. ખાખરાળા ગામે રહેતા રહીમભાઈ અલીભાઈ સુમરાએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, 24 ડિસેમ્બરના સવારના સાતથી બપોરના સાડા ચાર વાગ્યા દરમ્યાન ફરીયાદી તથા સાહેદ ફરીયાદીના ભાઇ મુસ્તાકભાઇ અલીભાઇ સુમરાના રહેણાંક મકાનમાં કુલ રોકડ રૂપિયા 4,61,000 તથા સોના ચાંદીનાના અલગ અલગ નાના મોટા દાગીના આશરે કિમત રૂપિયા 1,53,500 મળી કુલ રૂપિયા 6,14,500ની માલમતાની દિવસ દરમ્યાન રહેણાક મકાનમાં પ્રવેશ કરી કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર રહીમભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.