મોરબીના લાલપર ગામે પરિણીતા તેમની બે દીકરી સાથે પાંચ દિવસ પૂર્વે ગુમ થયેલ છે. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરી તેઓની શોધખોળ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિગતો મુજબ ડોલીબેન પરેશભાઈ અગ્રાવત તેમની દિકરી હીર પરેશભાઇ અગ્રાવત અને ક્રિષા પરેશભાઇ અગ્રાવત ત્રણેય રહે. લીલાપર ગામ ગુરુદેવ સોસાયટી રામજી મંદિરની બાજુમાં અને મુળ રહેવાસી રવાપર ગામ વાળા તારીખ 24ના બપોરે 3 વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી કોઇને કંઇ કહ્યાં વગર નીકળી ગયેલ છે. જો કોઈને તેઓ વિશે જાણ થાય તો એએસઆઈ એસ.વી.સોલંકી મોબાઈલ નંબર ૭૯૯૦૨ ૪૮૪૮૨ તથા ફોન નંબર-૦૨૮૨૨-૨૪૨૫૯૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.