મોરબીના રફાળેશ્વર ગામે જાગૃતીબેન ગજાનંદભાઇ જોષી રહે. મંદીર ક્વાટરવાળા પોતાના ઘરે પિતા સાથે ઝગડો થતા પોતાની મેળે એસીડ પી લઈ ગળેફાંસો ખાઇ લેતા પ્રથમ સારવાર મોરબી ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલમા લાવતા સારવાર માટે ખસેડાયા હતા. આ દરમિયાન તારીખ 28 ડિસેમ્બરના રોજ તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.