વાંકાનેર તાલુકાના હોલમઢ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુ ઉત્સાહભેર સ્વાગત કર્યું

Advertisement
Advertisement

 

યાત્રા ઢોલ સાથે ગામના રસ્તાઓ પર નીકળી હતી જેમાં ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, યુવા ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલ , પ્રાંત અધિકારી એ એચ. સિરેશિયા , કિશાન મોરચાનાં મંત્રી કાનાભાઈ ગમારા સહિત અનેક અધિકારીઓ તથા અગ્રણીઓ જોડાયા હતા.
ભાજપનાં કદાવર નેતા માલધારી સમાજના અગ્રણી અને મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કિશાન મોરચાનાં નવનિયુક્ત મંત્રી કાનાભાઈ ગમારાનું પાઘડી પહેરાવી વિશેષ સન્માન કરાયું હતું.
વિકસિત ભારત 2047 ના સ્વપ્નને સાકાર કરવા પોતાની ભાગીદારી નોંધાવાના ઉપસ્થિત દરેકે સંકલ્પ લીધા હતા
સેવા સેતુ કાર્યક્રમ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત  વાંકાનેર તાલુકાનાં હોલમઢ ગામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી વાન પહોંચી હતી તે પ્રસંગે વાંકાનેરનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સાથે યુવા ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલ તેમજ કિશાન મોરચાનાં નવનિયુક્ત મંત્રી અને માલધારી સમાજના અગ્રણી કાનાભાઈ ગમારા ઉપસ્થિત રહ્યા હતા. 
આ પ્રસંગે સૌ ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. 
ઉપસ્થિત સૌ ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત 2047 ના સ્વપ્નને સાકાર કરવા પોતાની ભાગીદારી નોંધાવાના સંકલ્પ લીધા હતા.
આ તકે વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ અને વાંકાનેર પંથકની પ્રજાજનોમાં ભામાશાનું બિરુદ ધરાવતા પ્રજ્ઞેશભાઈનું ગ્રામજનો દ્વારા પાઘડી પહેરાવી અદકેરું સન્માન કરાયું હતું.