મોરબી હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના મોરબી, વિરમગામ અને ચોટીલાના ગૌરક્ષકોને માહિતી મળી હતી કે, ગાડીમાં પશુને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. જે ગાડી કચ્છ સામખીયારી બાજુથી માળીયા હળવદ થઈને અમદાવાદ તરફ ઢોર બજારમાં જવાની છે. ગાડી નં GJ-05-BZ-9347 બ્લુ કલરની તાલપત્રી ફુલ પેક કરેલી હોય એવી માહિતીના આધારે ગૌરક્ષકોએ વોચ રાખી હતી. જે ગાડી પસાર થતાં તેની પાછળ પીછો કરીને પોલીસ સ્ટાફને સાથે માળીયા અણીયારી ટોલનાકા ટપીને ગાડીને ઉભી રાખી હતી. ગાડી અંદર ચકાસણી કરતા કોઈ ગાડીની પાસ પરમીટ કે ઘાસ પાણીની સુવિધા વગર અને કુરતાપૂર્વક દોરડાથી હલી ચલીના શકે તેવી હાલતમાં 12 પાડા જોવા મળી આવ્યા હતા. જે ડ્રાઇવરને અને આરોપીને પૂછપરછ કરતા તેને જણાવેલ કે અમદાવાદ ઢોર બજારમાં કતલખાને લઈ જઈ રહ્યાં છે. ડ્રાઇવર અને તેની સાથેના એક વ્યક્તિને ગાડી અને જીવ નંગ 12ને પોલીસને સોંપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીમાં મોરબી ચોટીલા અને વિરમગામના વિવિધ સંથાઓના ગૌરક્ષકો જોડાયા હતા.