માળિયા(મી)ના સરવડ ગામ પાસે રોડ ઉપર ટ્રક ચાલકે બાઈક સવારને અડફેટે લેતા બાઈક સવારનું મોત નીપજ્યું છે. મોરબી વાવડી રોડ ભગવતીપરામા રહેતા દાનાભાઈ જશાભાઇ ટોયટાએ આરોપી ટ્રક નંબર GJ-07-UU-3238ના ચાલક વિરુદ્ધ માળિયા(મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ગત તારીખ 28 ડિસેમ્બરના સાંજના સવા પાંચેક વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના હવાલા વાળી ટ્રક નં-GJ-07-UU-3238 વાળી પુરઝડપે રોંગસાઇડમા ચલાવી રમેશભાઇ ભલાભાઇ ટોયટાના મોટરસાયકલ રજીસ્ટર નં-GJ-36-N-2375ને અડફેટે લેતા તેમને કપાળના ભાગે તથા આંખના ભાગે તથા જમણા હાથમા તથા પગમા ગંભીર ઇજા થયેલ હતી અને ડાબો પગ કપાય જતા તથા શરીરે ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવી તેમજ ટ્રકમાં સાથે બેઠેલ અન્ય ઇસમને માથા ભાગે તથા શરીરે ઇજા પહોંચાડી ટ્રક ડ્રાઇવર ટ્રક મુકી નાસી ગયો હતો. જેથી આ બનાવ અંગે દાનાભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.