મોરબીમાં અવાર નવાર ઈંગ્લીશ દારૂના ગુનામાં પકડાયેલા શખ્સને પાસા તળે પોરબંદર જેલ હવાલે કરવામાં આવ્યો છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેસન વિસ્તારમાં રૂષિરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રહે. મોરબી વાળા સામે મોરબી સીટી એ ડીવીઝન દ્વારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી પોરબંદર જેલ હવાલે કરવામાં આવેલ છે.