મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલા લેટેસ બિઝનેસ સેન્ટરની બાંધકામ વાળી સાઇડ પર ઈલેક્ટ્રીશિયનનું કામ કરતી વખતે પહેલા માળેથી નીચે પટકાતાં યુવકનુ મોત નિપજ્યું હતું. ભરતભાઇ અરજણભાઇ આદ્રોજા રહે. મહેન્દ્રનગર ગામ સિદ્ધિ પેલેસ એપાર્ટમેન્ટ ગત તારીખ ૨૮-૧૨-૨૦૨૩ના રોજ મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલા લેટેસ બિઝનેસ સેન્ટરની બાંધકામ વાળી સાઇડ પર ઇલેક્ટ્રીશિયનનુ કામ કરતા હોય તે વખતે અગમ્ય કારણોસર પહેલા માળેથી નીચે પટકાતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.