મોરબી: દલવાડી સર્કલ પાસે રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે બે ઝડપાયા

Advertisement
Advertisement

 

મોરબી દલવાડી સર્કલ પાસે રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. દલવાડી સર્કલ પાસે રોડ પરથી આરોપી રાહુલભાઈ વાછાભાઈ ગમારા અને રોહિતભાઈ બચુભાઈ ડાંગરે પોતાના કબજા ભોગવટા વાળી કાર રજીસ્ટર નંબર GJ-01–HM-3104 જેની કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦ વાળીમાં ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૧ કિંમત રૂપિયા ૩૦૦ વાળી રાખી હેરાફેરી કરતા કુલ રૂપિયા ૧,૦૦,૩૦૦ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.