મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલા સિમ્પોલો સીરામીક કારખાનાની સામે નીકળતી નદી પાસે આવેલા મામાદેવના મંદિર પાસે બાવળના કાંટમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. જુના ઘુંટુ રોડ પર મામાદેવના મંદિર પાસે બાવળની કાંટમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો સુરેશભાઈ સવજીભાઈ દેલવાણીયા અને રોહિતસિંહ બળવંતસિંહ જાડેજાને રોકડ રકમ રૂપિયા ૪૨૦૦ના મુદ્દામાલ સાથે આરોપીઓને રેઇડ દરમ્યાન મોરબી તાલુકા પોલીસ ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.