હળવદ હાઈવે પર અકસ્માતના બનાવો સતત વધી રહ્યાં છે. વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગતકાલે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં મોરબી ચોકડી પાસે બાઈક પર જઈ રહેલા બે યુવાનોને માળીયા તરફથી આવતા ટ્રક ચાલકે બાઈક સવાર બે યુવાનેને અડફેટે લીધા હતા. જેથી બાઈકમાં સવાર ક્રિસભાઈ સુરેશભાઈ ચૌહાણ રહે. હળવદ વાળા અને નિરવભાઈ હિતેશભાઈ લુહાર રહે. રતનપર હાલ હળવદવાળાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી બંનેને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. જોકે સારવાર મળે તે પહેલા જ નિરવભાઈનું મોત નિપજ્યું હતું. જ્યારે ક્રિસભાઈ સુરેશભાઈ ચૌહાણને ગંભીર ઈજા પહોંચતા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ અકસ્માત સર્જી ટ્રક ચાલક ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ચોકડી પર હાજર યુવાનોએ ટ્રક ચાલકને ઝડપી લઇ પોલીસના હવાલે કર્યો હતો.