વાંકાનેરના યુવા અગ્રણી ચેતનગીરી ગોસ્વામીની મોરબી જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ 

Advertisement
Advertisement

 

વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા અને બીજા અનેક હોદાઓ ઉપર રહી પક્ષના સંગઠનલક્ષી તેમજ પ્રેરણા દાયક કાર્યો દ્વારા પંથકમાં યુવા નેતાની ઓળખાણ ધરાવે છે. ચેતનગીરી ગોસ્વામી મહાગુજરાત દશનામ ગોસ્વામી સમાજના મહામંડળના સૌરાષ્ટ્રના યુવા પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. વાંકાનેરના યુવા નેતા  મહાગુજરાત દશનામ ગોસ્વામી સમાજના મહામંડળના સૌરાષ્ટ્રના યુવા પ્રમુખ તેમજ વાંકાનેરની અનેક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા સંગઠનના સારથી એવા ચેતનગિરિ ગોસ્વામીની મોરબી જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. ચેતનગિરિની નિમણૂકને વાંકાનેર ભાજપ પરિવાર દ્વારા વધાવવામાં આવેલ અને ફૂલહાર પહેરાવી સન્માન કરાયું હતું. શુભેચ્છકો દ્વારા શુભેચ્છાની વર્ષા થઇ રહી છે.