હળવદના વિનોબા ગ્રાઉન્ડ પાસે સુપર કેરી ગાડીની અડફેટે બાઈક સવારનું મોત નીપજ્યું છે. શિરોઈ ગામે રહેતા મનોજભાઇ મોહનભાઈ શિહોરાએ આરોપી સુપર કેરી ગાડી નંબર GJ-36-N-2114ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તારીખ 26 ડિસેમ્બરના સવારના આરોપીએ પોતાના હવાલા વાળી સુપર કેરી ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી કાવુ મારતા ફરીયાદીના ભાઇ સુરેશભાઇ મોહનભાઇના મોટરસાયકલ GJ-36-N- 2114 વાળા સાઇડ કાપવા જતા મોટરસાયકલ સાથે ભટકાડી પાડી દઇ માથાના પાછળના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવી નાસી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈ મનોજભાઇએ આરોપી સુપર કેરી ગાડીના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.