હળવદ શહેરમાં આવેલી રાજોધરજી હાઈસ્કૂલ ખાતે આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેવાસેતુ અંતર્ગત કાર્યક્રમ યોજાયા હતા. જે અંતર્ગત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની લોકોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી. જેમાં મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય બાલ સુરક્ષા સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ મેળવેલી સહાયની ગાથા રજૂ કરી હતી. અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરાયું હતું. તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ભાગરૂપે લીડ બેંક હેઠળ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને કિશાન ક્રેડિટ કાર્ડ સહિતની યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રેકોર્ડ કરેલો સંદેશો ઉપસ્થિત લોકોએ સાંભળ્યો હતો. આ સાથે ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ પણ સૌએ નિહાળી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો અને લોકોએ વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસને વધુમાં વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, જિલ્લા કલેકટર જી.ટી.પંડયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઈ પટેલ, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, હળવદ નગરપાલિકા તીફ ઓફિસર તુષાર ઝાલોરીયા, તાલુકા વિકાસ અધિકારી, સહિતના અધિકારીઓ તેમને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.