મોરબી: કાલિકા પ્લોટમાં તીનપત્તીનો જુગાર રમતા 7 શખ્સો પકડાયા

ફોટો સોર્સ- ગૂગલ
ફોટો સોર્સ- ગૂગલ
Advertisement
Advertisement

મોરબીના કાલીકા પ્લોટ સાયન્ટીફીક રોડ પર વોકળા પાસે તીનપત્તીનો જુગાર રમતા 7 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. જેમાં ઇસ્માઇલભાઇ હોથીભાઇ ચાનીયા, વિજયભાઇ બધાભાઇ અજાણા, હનીફભાઇ સુમાલભાઇ ચાનીયા, ઇશ્વરલાલ છગનલાલ ઇન્દરીયા, નરેન્દ્રભાઇ મનહરલાલ સોલંકી, ઇકબાલભાઇ હુશેનભાઇ કટીયા, ઇમરાનભાઇ વલીમામદભાઇ કાશમાણીને રોકડ રકમ 10,600ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા છે. અને તમામ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.