માલધારી સમાજના અગ્રણી , વાંકાનેર ભાજપના કદાવર નેતા કાનાભાઈ પી ગમારાની મોરબી જિલ્લા ભાજપ કિશાન મોરચાના મંત્રી તરીકે વરણી
કાનાભાઈ ગમારાની જિલ્લા ભાજપ કિશાન મોરચાના મંત્રી તરીકે વરણી થતાં કાર્યકરો તેમજ સ્નેહીજનો તેમજ મિત્રો સબંધીઓ દ્વારા માર્કેટ ચોક ખાતે ફૂલહાર પહેરાવી સન્માન કરાયું હતું અને ઠેર ઠેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
વાંકાનેરનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના વિશ્વાસુ , સેવાને જીવનનો મંત્ર બનાવી પરોપકાર વૃત્તિ ધરાવતા વાંકાનેરના માલધારી સમાજના અગ્રણી અને ભાજપના કદાવર નેતા કાનાભાઈ પી ગમારાને મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કિશાન મોરચાનાં મંત્રી તરીકે વરણી કરવામાં આવેલ છે.
સ્વભાવે સરળ અને ધાર્મિક વૃત્તિ ધરાવતા બધાને સાથે લઈને ચાલતા આગવી સુજબુજ ધરાવતા અને હંમેશા પક્ષને વફાદાર રહીને કોઈ પણ કામ નાનું નહિ સમજી પક્ષ માટે તન મન અને ધનથી વરી ચૂકેલા વાંકાનેર ભાજપના મોટા ગજાના નેતા કાનાભાઈ પી. ગમાંરાની પક્ષમાં કદર કરી વાંકાનેર શહેર માલધારી મોરચાના મહામંત્રીથી મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કિશાન મોરચાનાં મંત્રી તરીકે વરણી કરવામાં આવેલ છે.
કાનાભાઈ.પી.ગમારાની વરણી થતા વાંકાનેર ભાજપના કાર્યકર્તાઓ મા ખુશી ની લહેર પ્રસરી ગઈ છે.
જીલ્લા ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના મંત્રી બનવા બદલ કાનાભાઇ ને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણી , શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી સહિત ભાજપ પરિવારના સભ્યો દ્વારા શુભેચ્છા પાઠવી હતી.
જિલ્લા ભાજપમાં વરણી બદલ કાનાભાઈ પી ગમારા દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ જિલ્લા ભાજપનાં પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.