મોરબી નગરદરવાજા પાસે આવેલી શાકમાર્કેટ નજીક જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી જાવીદભાઈ યુનુસભાઈ ખોખરને વરલી મટકાના સાહિત્ય અને રોકડા રૂપિયા 500 સાથે પોલીસે ઝડપી લીધો હતો. સાથે જ પોલીસના હાથે ઝડપાયેલા આરોપીએ આ વરલી મટકાના આંકડાની આરોપી અવેશભાઈ અયુબભાઈ કાસમાણી પાસે કપાત કરાવતો હોવાની કબૂલાત આપતા સીટી એ ડિવિઝન પોલીસે બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.