મોરબી: હળવદના રણમલપુર ગામે આધેડનું અપહરણ કરી ચાર શખ્સોએ માર્યો માર

Advertisement
Advertisement

હળવદ તાલુકાના રણમલપુર ગામે આધેડનું ચાર શખ્સોએ અપહરણ કરી ધોકા-હોકી વડે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ભોગ બનનાર આધેડે આરોપીઓ સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. રણમલપુર ગામે વાસુદેવભાઈ નાગરભાઈ વરમોરાએ આરોપી રાજેશભાઈ જગદીશભાઈ, મેહુલભાઈ રાજેશભાઈ, અતુલભાઈ રાજેશભાઈ, દિપ દિનેશભાઈ સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તારીખ 25 ડિસેમ્બરના આશરે સવારે સાતેક વાગ્યાના અરસામાં ફરિયાદીને છેલ્લા ત્રણેક દિવસથી તેમના ગામની મહિલાનું રાજેશભાઈ પારેજીયા સાથે ફરિયાદી નામ લે છે તેવા આક્ષેપ કરવા બાબતે તકરાર થઈ હતી. જેનો ખાર રાખી આરોપી રાજેશભાઈ જગદિશભાઈએ ફરીયાદીને પાછળથી પાટુ મારી ધક્કો મારી ગાડીમાં નાખી દઈ ગાડીનો દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ આરોપી મેહુલ રાજેશભાઈ પારેજીયા તથા અતુલ રાજેશભાઈ પારેજીયા તથા દિપ દિનેશભાઈ પારેજીયા વાળાએ ફરીયાદીને કાળા કલરની ગાડીમાં અપહરણ કરી રણમલપુર ગામની ઘનેરી સીમમાં ક્રિકેટના મેદાનમાં લઈ જઈ ગળામાં મફલર બાંધી દોરડા વડે પગ બાંધી હોકી તથા ધોકા તથા છરી વડે માર મારી બંન્ને હાથે તથા બંન્ને પગે ફેક્ચરો કરી નાસી ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર વાસુદેવભાઇએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.