મોરબી : વેપારીની ઓફિસમાં ઘૂસી યુવકને પાંચ શખ્સોએ માર્યો માર

Advertisement
Advertisement

 

મોરબીમાં દિવસેને દિવસે કાયદાની સ્થતિ કથળી રહી હોઈ તેવું લાગી રહ્યું છે. શનાળા રોડ માર્કેટિંગયાર્ડ દુકાન નં-બી-૧૫ “રાજવી નામની ઓફિસમાં પાંચ શખ્સોએ ઘુસી જઈ ગાળો બોલી ખુરશી, સાવરણી તોળી યુવકને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના વતની અને હાલ મોરબી પંચાસર રોડ નાની કેનાલ રોડ શીવપાર્ક ઉપાસના પેલેસમાં રહેતા મિલનભાઈ પ્રાણજીવનભાઇ કકાસણીયાએ આરોપી રોહિતભાઈ ભરવાડ તથા ભોલુ જારીયા રહે. મોરબી તથા અજાણ્યા ત્રણ માણસો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તારીખ 26 ડિસેમ્બરના કોઈ પણ સમયે ફરીયાદી ભરતભાઇની ઓફીસમા કામ કરતા અને આરોપી રોહિતભાઈને ભરતભાઇ સાથે કોઇ બાબતની વાતચીત થતી ન હોય જેથી ફરીયાદીને ફોન કરી ગાળો બોલી તથા આરોપી અન્ય ચાર શખ્સોએ ફરીયાદીની ઓફીસે આવી ગાળો બોલી ખુરશી, સાવરણી તથા ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.