મોરબીના ટીંબડી ગામના પાટીયા સામે શિવશક્તિ એન્ટરપ્રાઈઝ નામની ઓફિસમાંથી ઈંગ્લીશ દારૂની ૩૦ બોટલો સાથે એક ઈસમને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે. મુળ બોટાદ જિલ્લાના વતની અને હાલ જુની પીપળી ૮-એ નેશનલ હાઇવે ટીંબડી ગામના પાટીયા સામે શિવશક્તિ એન્ટરપ્રાઈઝ નામની ઓફિસમા રહેતા કિર્તીભાઇ કનુભાઈ વરાળીયાએ પોતાના કબ્જા ભોગવટા વાળી ઓફિસમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૦ કિં રૂ. ૧૭,૫૦૦ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.