ટંકારામા એક મહિના પૂર્વે થયેલા વિકાસકામમા પોપડા ઉખડયા, ફરી થી લિંપણ કરવા પ્રયાસ સામે ઉહાપોહ.

Advertisement
Advertisement
ગ્રા.પં.હસ્તકનો સિમેન્ટ રોડ એક મહિનામા જ તુટી જતા સ્થાનિકો રોષે ભરાયા, પગલા લેવા માંગણી
ટંકારામા ગ્રામ પંચાયત હસ્તક શહેરની લક્ષ્મીનારાયણ સોસાયટીમા તાજેતરમા યોજનાકીય નાણાપંચ હેઠળ સિમેન્ટ રોડનુ કામ કામ કરવામા આવ્યુ હતુ. જોકે, રોડ મઢવાની કામગીરી શરૂ થઈ ત્યારે જ લોટ પાણીને લાકડા જેવુ કામ થઈ રહ્યુ હોવાની સોસાયટીના રહીશો અને વેપારીઓએ કાગારોળ મચાવી તંત્રને લેખિત ફરીયાદ કરી હતી. અને ગ્રા.પં. દ્વારા કરાતા કામ મા સિમેન્ટ ની જગ્યાએ ભ્રષ્ટાચાર ભળ્યો હોવાની રાવ કરી અહીંયા ગુણવત્તા જળવાતી ન હોય અને વાડ જ ચિભડા ગળી રહી હોય એવુ સ્પષ્ટ જણાતુ હોય તંત્રને નબળી કામગીરી અટકાવવા માંગણી કરી હતી. પરંતુ જે તે વખતે ઉચ્ચ કક્ષાએથી કામગીરી અટકાવી નહોતી. પરીણામે માત્ર એકાદ માસ મા જ રોડ તુટી પડયો હતો. અને નવા બનેલા મહોલ્લાના મુખ્ય માર્ગો પર ગાબડા પડતા પાપ છુપાવવા હાલ તાજેતરમા બનેલા સિમેન્ટ રોડ પર પ્લાસ્ટર કરી ભ્રષ્ટાચાર ઉપર ઢાંક પિછોડો કરવાના પ્રયાસ સામે ફરી ગોકીરો ઉઠ્યો છે.‌અને આ મુદ્દે ટીડીઓ ને આવેદનપત્ર પાઠવી ગુણવત્તા જળવાઈ એવી નવેસરથી કામગીરી કરવા અને ત્યા સુધી બીલ અટકાવવા માંગણી ઉઠાવી જો, પગલા નહીં લેવાય અને થાબડભાણા કરાશે તો ઉચ્ચ કક્ષાએથી સરકાર સુધી ભ્રષ્ટાચાર થયો હોવાના પુરાવા સાથે વિડિયો મોકલી ફરીયાદ કરવાની આવેદનપત્ર ના અંતે ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.
ટંકારા શહેરના હાઈવે કાંઠે આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટી મા લતીપર રોડથી અંબિકા પાન સુધી આજથી એકાદ માસ પૂર્વે આરસીસી ના સિમેન્ટ રોડ નુ કામ નાણાપંચ હેઠળ મંજુર થતા ગ્રામપંચાયત હસ્તક કામગીરી કરવામા આવી હતી. કામ વખતે જ સોસાયટીમાં રહેતા રહીશો અને વેપારીઓએ સિમેન્ટ રોડના કામમા નિતી નિયમો નેવે મુકી નબળી કામગીરી થતી હોવાની લેખિત રાવ ઉચ્ચ કક્ષાએ કરી કામ અટકાવી ગુણવત્તા જળવાઈ એવુ કામ કરવા જે તે સમયે જ ફરીયાદ કરવા છતા તંત્ર એ કાન દીધા નહોતા. પરંતુ નબળા કામ નુ પાપ છાપરે ચડીને પોકાર્યુ હોય એમ એક મહિના પૂર્વે બનેલા સિમેન્ટ રોડ ઉપર થી ભ્રરષ્ટાચાર ના પોપડા ઉખડી ગયા હતા. અને ગાબડા પડી રોડ તુટી પડતા ભ્રષ્ટાચાર ઉપર ઢાંક પિછોડો કરવા મંગળવારે ફરી તુટેલા રોડ ઉપર પ્લાસ્ટર નુ એક ઈંચ નુ કવર કરવા પ્રયાસ થતો જોઈ સોસાયટીના રમણીક કોટડીયા, બાબુલાલ સિણોજીયા સહિતના અનેક સ્થાનિકો એ ફરી ટીડીઓ ને લેખિત આવેદનપત્ર પાઠવી કામગીરી અટકાવવા અને ફરી થી નવેસરથી ટેન્ડર ની શરતો મુજબ નિતી નિયમો જાળવી કામગીરી કરવા માંગણી ઉઠાવી હતી. જો, નવેસરથી સિમેન્ટ રોડ ની કામગીરી ન કરાઈ તો બીલ મંજુર ન કરવા અને પેમેન્ટ અટકાવવા માંગણી કરી જો ફરીયાદ ને ગંભીરતાથી નહીં લેવાય તો ભ્રષ્ટાચાર ના પુરાવા રૂપે નબળા ચાલુ કામ ના વિડીયો ઉચ્ચ કક્ષાએથી સરકાર સુધી મોકલવામાં આવશે એવી પત્ર ના અંત મા ચિમકી ઉચ્ચારવામાં આવી હતી