ટંકારામા સરકારી જમીનમા પગદંડો જમાવી લેનાર શખ્સ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ તલાટીએ ફરીયાદ નોંધાવી.

Advertisement
Advertisement
સરકારી ખુલ્લી જમીન ઉપર કાયમ ડોળો ડબકાવતા શખ્સ સામે ત્રીજી વખત કાયદાનો દંડો ઉઠ્યો.
ટંકારામા સરકારી જમીન પર ગેરકાયદેસર પગ પેસારો કરી કબજો જમાવવાની જાણે થાન લીધી હોય એમ સ્થાનિક ઈસમે ફરી વધુ બે સ્થળે સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી લેતા ટંંકારાના તલાટીએ બંને સ્થળે સરકારી જમીન હડપ કરવા સબબ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરીયાદ નોંધાવતા શહેરમા ખળભળાટ મચ્યો હતો. બનાવની ગંભીરતા પારખી પોલીસે તપાસ આદરી છે.
 ટંકારા શહેર મધ્યે પસાર થતા રાજકોટ મોરબી હાઈવે કાંઠે મામલતદાર કચેરી નજીક હનુમાનજી મંદિર પાસે પસાર થતા પાણી નિકાલ ના વહેણ ઉપર ગેરકાયદેસર પાકુ બાંધકામ ખડકી શહેરના સ્થાનિક ઘાંચી આમદ નુરાભાઈ માડકીયા નામના ઈસમે ગ્રામ પંચાયત હસ્તક ની સરકારી જમીન પર ગેરકાયદેસર પગદંડો જમાવી પોતાની માલિકી હોય એમ સરકારી જમીન મા છેલ્લા ઘણા સમયથી કબજો જમાવ્યો હતો. ઉપરાંત, આમદ નુરા એ સરકારી સિવિલ હોસ્પિટલના પછવાડે મડદાઘર ની આગળના ભાગે આવેલી ગ્રામ પંચાયત હસ્તક ની સરકારી જમીન મા ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. ગ્રામ પંચાયતની સરકારી મિલકત ઉપર શરૂઆતે પગ પેસારો કરી બાદમા પોતાની માલિકી હોય એમ બાંધકામ ખડકી કબજો જમાવી પોતાની માલિકી હોય એમ પગદંડો જમાવ્યો હતો. આમ, ટંકારાના ઈસમ સરકારી પારકી જમીન મા છેલ્લા ઘણા સમયથી વારંવાર કબજો જમાવી લેતા હોવાનુ સતત ત્રીજી લેન્ડ ગ્રેબિંગ ફરીયાદ પર થી ફલિત થાય છે. ટંકારા મા તાજેતર મા બદલી પામી આવેલા તલાટી મંત્રી દિલીપ પાલરીયા ને ઉચ્ચ વહિવટીતંત્ર દ્વારા સુચના મળતા તલાટી એ ટંકારા પોલીસમા લેન્ડ ગ્રેબિંગ હેઠળ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. બનાવની ગંભીરતા પારખી પોલીસે જમીન હડપ કરનારા ઈસમ વિરૂધ્ધ ગુુજરાત જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ હેઠળ ગુન્હો નોંધી આગળ ની વધુ તપાસ ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા એ હાથ ધરી છે. ટંકારામા સરકારી જમીન પર ગેરકાયદેસર પગદંડો જમાવવા મામલે લેન્ડ ગ્રેબિંગ હેઠળ એક જ ઈસમ વિરૂધ્ધ સતત ત્રીજી વખત ફરીયાદ નોંધાતા શહેરમા ભારે ખળભળાટ મચ્યો છે.