આવતીકાલે ગુરૂવારે ટંકારા પધારતા નરેશ પટેલનુ સન્માન કરવા ખોડલધામ સમિતિ દ્વારા તખ્તો તૈયાર.

Advertisement
Advertisement
રાજકોટના અમરેલી ખાતે ખોડલધામ દ્વારા સર્વ સમાજના કેન્સર પિડીતોની સારવાર માટે હોસ્પિટલ બનશે.
રાજકોટના અમરેલી ખાતે સર્વ સમાજના કેન્સર ના દર્દીઓ માટે ખોડલધામ કેન્સર હોસ્પિટલ નુ નિર્માણ કરવા માટે લેઉઆ પાટીદાર સમાજ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સેવાકાર્ય હાથ ધરવામા આવ્યુ છે. જેનુ આગામી તા.૨૧ જાન્યુઆરી એ ખાતમુહૂર્ત કરવામા આવનાર હોય સેવાયજ્ઞ મા ઉપસ્થિત રહેવા રૂબરૂ આમંત્રણ પાઠવવા ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ ગુરૂવારે ટંકારા આવનાર હોય લેઉઆ પાટીદાર નેતા નુ સ્વાગત કરવા પધારવા આમંત્રણ પાઠવાયુ છે.
રાજકોટ નજીક અમરેલી ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનાર સર્વ સમાજના લાભાર્થે ખોડલધામ કેન્સર હોસ્પિટલનુ આગામી તા. ૨૧ મી જાન્યુઆરી એ ભૂમિપૂજન સમારોહ યોજાશે. ભૂમિપૂજન મા લેઉઆ પાટીદાર સમાજ ને ઉપસ્થિત રહેવા રૂબરૂ આમંત્રણ પાઠવવા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ ગુરૂવારે ટંકારા ખાતે આવી રહ્યા હોય પાટીદાર રત્ન ગણાતા નરેશભાઈ પટેલનુ ટંંકારા તાલુકા અને મોરબી જીલ્લા ખોડલધામ સમિતિ અને મહિલા સમિતિ દ્વારા સન્માન કરવાનો તખ્તો ઘડાયો છે. ખોડલધામ ના ચેરમેન અને સમાજના કદાવર નેતાના સન્માન સમારોહ મા લેઉઆ પાટીદાર સમાજના દરેક ભાઈઓ-બહેનોને  પધારવા માટે સંસ્થાના અગ્રણી અતુલભાઈ ભાગીયા અને બેચરભાઈ ઢેઢી દ્વારા નિમંત્રણ જાહેર નિમંત્રણ પાઠવેલ છે