વાંકાનેર પંથકમાં અવાર નવાર દીપડાઓ જોવા મળે છે. છેલ્લા ઘણા સમયથી દીપડીઓ વીડી કે જંગલમાંથી નીકળીને ગ્રામ્ય વિસ્તારોમાં માનવ વસાહત સુધી આવી જાય છે. અને ખેતરમાં પશુઓનું મારણ કરવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે ગતરાત્રે પણ વાંકાનેરના ખીજડીયા ગામની વીડીની બાજુમાં સીમમાં દીપડો આવી ચડ્યો હતો. અને ખેડૂતની વાડીમાં બાંધેલ એક વાછરડાનું મારણ કર્યું હતુ.
ખીજડીયા ગામની વિડીની બાજુમાં સીમમાં આવેલ ખેડૂતની વાડીમાં ગતરાત્રીના રાત્રીના દિપડો ચડી આવ્યો હતો અને વાડીમાં બાંધેલ એક વાછરડાનું મારણ કર્યું હતું. ત્યારે દીપડાનાં આંટાફેરાથી આ વિસ્તારમાં ખેડૂતોમાં ભય ફેલાયો છે અને વાડીએ જતા ડરી રહ્યાં છે. ખીજડીયા ગામ રામપરા વીડી નજીક આવેલ હોય અને રામપરામા દીપડાઓનો કાયમી વસવાટ છે તેથી ખોરાકની શોધમાં દીપડાઓ રાત્રીના નીકળતા હોય અને વાછરડાનું મારણ કર્યું હોવાનું અનુમાન કરવામાં આવ્યુ છે. આ વિસ્તારમાં દીપડાઓ ની રંજાડ વધશે તો પાંજરું મૂકવામાં આવશે તેમજ પાલતુ પશુઓને રાત્રીના શુરક્ષિત સ્થળે રાખવા વન વિભાગના અધિકારી પી.પી. નારોડિયા દ્વારા પશુ પાલકોને અપીલ કરવામાં આવી છે.