મોરબી: ટંકારામાં સરકારી જમીન પચાવી પાડનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાઈ

Advertisement
Advertisement

ટંકારા ગામમાં સિવિલ હોસ્પિટલ પાસે મડદા ઘરની આગળની ભાગે જે બાંધકામ કરવામાં આવેલ તેનો અમુક ભાગ દબાણ કરી સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડનાર શખ્સ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ નોંધાઈ છે. ગમેશપર ગામે રહેતા અને નોકરી કરતા દિલીપભાઈ ચકુભાઈ પાલરીયાએ આરોપી આમદભાઈ નુરાભાઈ ઘાંચી (માડકીયા) રહે. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૪-૧૧-૨૦૨૩ પહેલાથી આજદીન સુધી આરોપીએ ટંકારા ગામમાં આવેલ રાજકોટ મોરબી હાઇવે પરની ખીજડીયા ચોકડી પાસે આવેલ હનુમાનજીના મંદીર પાસે રાજકોટ મોરબી હાઇવેની પશ્ચીમ બાજુની પાણીના વહેણ ઉપર પાકુ સીમેન્ટનું બાધકામ આશરે ૨૦૦ ચોરસ ફુટ જગ્યા તથા ટંકારા સીવીલ હોસ્પીટલ પાસે મડદા ઘરની આગળની ભાગે જે બાંધકામ કરવામાં આવેલ તેનો અમુક ભાગ દબાણ કરી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડી હોવાથી દિલીપભાઈએ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ ની કલમ ૩,૪(૩),૫(ગ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.