શીખોના ૧૦ મા ગુરુ ગોવિંદાસિંહજી નાં બને બાળકોએ હિન્દુ ધર્મના રક્ષણ માટે બલિદાન આપ્યું હતું તે વિરબાલ દિવસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય દિવસ જાહેર કરાયો જેને અનુસંધાને ધારાસભ્ય જીતુભાઇ સોમાણી દ્વારા અલગ અંદાજમાં વકતવ્ય આપ્યું હતું
વાંકાનેર : શહેર ભાજપ દ્વારા શીખોના 10 માં ગુરુ ગોવિંદસિંહજીના પુત્રોની શહાદતની યાદમાં “વીરબાલ” દિવસને “રાષ્ટ્રીય”દિવસ તરીકે ઉજવવા જાહેરાત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરતા વાંકાનેર શહેરની નગરપાલિકા સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વીરબાલકોને પુષ્પાંજલી અર્પણ કરી હતી.
હિન્દુધર્મની રક્ષા માટે જે બને બાળકો એ પોતાનું બલિદાન આપ્યું તે બાબતે શાળાના વિદ્યાર્થીઓને તેમજ ઉપસ્થિત લોકોને ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ પોતાની આગવીશૈલીમા માર્ગદર્શન આપ્યુ હતું તેમજ ગુરૂગોવિંદસિંગ તેમજ તેમના બાળકોના જીવનચરિત્ર વિશેની ઍક ફિલ્મ દીકરીઓને પ્રોજેક્ટરના માધ્યમથી બતાવવામાં આવી હતી.
આ તકે અજીતસિંહ દયાણી સહિત શીખ સમાજના લોકો તેમજ શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી , પાલિકાના પૂર્વ પ્રમુખ રમેશભાઇ વોરા , પૂર્વ ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા , પૂર્વ કાઉન્સિલર બ્રિજરાજસિંહ ઝાલા , અશ્વિનભાઈ ગોહેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
