મોરબીના મકનસર ગામે ગોકુલનગરમાં મફતીયાપરામાં રહેણાંક મકાનના બાથરૂમ માંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મકનસર ગામ ગોકુલનગરમાં મફતીયાપરામાં રહેતા રાજદિપસિંહ જોરૂભા દવેરાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનના બાથરૂમમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૧૭ કિંમત રૂપિયા ૩૭,૧૦૦ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.