મોરબી તાલુકાના ઘુંટુની હરીઓમ સોસાયટીના મેઇન ગેટ પાસેથી એક કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો છે. મોરબી તાલુકા પોલીસને બાતમી મળેલ કે ઘુંટુ ગામની રામકો સોસાયટીમાંથી કાર રજીસ્ટર નં-GJ-21-BC-1509 વાળીમાં ઇંગલીશ દારૂ ભરી મહેન્દ્રનગર ચોકડી તરફ આવનાર છે. જે બાતમીના આધારે જગ્યાએ વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમ્યાન બાતમીવાળી કારનો ચાલક પોતાની કાર લઈ નીકળતા તેને કાર ઉભી રાખવા ઇશારો કરતા કાર ચાલક પોતાની કાર લઇ નાસવા જતા તેનો પીછો કરતા કાર ચાલક ઘૂંટ ગામની સીમ, હરીઓમ સોસાયટી પાસે કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૨૧૩ કિમત રૂપિયા ૧,૯૨,૫૭૦ તથા કાર નં. GJ-21-BC-1509 કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦ મળી ફુલ રૂપિયા ૩,૯૨,૫૭૦નો મુદ્દામાલ મુકી નાસી જઈ હાજર નહીં મળી આવતા પોલીસે આરોપી કાર ચાલક વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.