વાંકાનેર: શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા અભિયાન અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

Advertisement
Advertisement

વાંકાનેર એસટી બસ સ્ટેન્ડ ખાતે શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા અભિયાન અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસટી વિભાગના વિવિધ કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું. આ તકે રાજકોટ વિભાગ કર્મચારી મંડળના પ્રમુખ જયુભા. ડી. જાડેજાના માર્ગદર્શન અને નાથાણી વોલન્ટરી બ્લડ બેન્કના સહયોગ આયોજીત આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ ૫૧ બોટલ બ્લડ રક્ત એકત્ર થયું હતું, જેમાં એસ.ટીના સફાઈ કર્મચારી, એપ્રેન્ટિસ, કંડકટર, ડ્રાઈવર, એ. ડી. એમ સ્ટાફ, વર્કશોપ સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.