હળવદ: જમીનના ટુકડા માટે ધોકા પાઇપ ઉડ્યા ! કૌટુંબિક બન્યા દુશ્મન

Advertisement
Advertisement

હળવદ તાલુકાના મંગળપુર ગામે જમીનના ડખ્ખામાં એક જ કુટુંબના સભ્યો વચ્ચે બોલાચાલી થયા બાદ બે પક્ષ ધોકા હથિયારો સાથે સામસામે આવી જતા આ ઝઘડામાં એક તરફે રાણાભાઈ રામજીભાઈ ઠાકોર, ક્રિષ્નાભાઈ રાણાભાઈ, અવચરભાઈ રામજીભાઈ, જયાબેન અવચરભાઈ, ડિમ્પલબેન અવચરભાઈ અને શારદાબેન રાણાભાઈને ઈજાઓ પહોંચી હતી જયારે સામાપક્ષે અનિલભાઈ ઠાકરશીભાઈ ઠાકોર અને ભારતીબેન અનિલભાઈ ઠાકોરને ઈજાઓ પહોંચતા અનિલભાઈને વધુ ઈજાઓ પહોંચતા સુરેન્દ્રનગર સારવારમાં ખસેડવામાં આવ્યા છે.