મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે કાલિકા પ્લોટમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપી લીધી હતી, જોકે, દારૂનો જથ્થો લાવનાર બુટલેગર પોલીસને જોઈ નાસી ગયો હતો. કાલિકા પ્લોટ વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીને આધારે આજે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા આરોપી અસલમ સલીમભાઈ ચાનીયાના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 492 બોટલ કિંમત રૂપિયા 1,62,600 તેમજ કાર કિંમત રૂપિયા 2 લાખ મળી આવતા પોલીસે કુલ રૂપિયા 3,62,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સફળ કામગીરી સીટી એ ડિવિઝન ઇન્ચાર્જ પીઆઇ પી.એ.દેકાવાડિયા, એએસઆઈ આર.પી.રાણા, હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ મિયાત્રા, અંબાપ્રતાપસિંહ જાડેજા, ચકુભાઈ કરોતરા, ધર્મેન્દ્રભાઈ વાઘડિયા, હિતેષભાઈ ચાવડા, સિદ્ધરાજસિંહ જાડેજા, તેજાભાઈ ગરચર, અરજણભાઈ ગરીયા અને સિદ્ધરાજભાઈ ગોહિલ સહિતના સ્ટાફે કરી હતી.