મોરબીના સકત શનાળા ગામે યુવતીએ ગળેફાંસો આપઘાત કરી લીધો છે. સકત શનાળા ગામ શક્તિ પ્લોટ શેરી નં-૦૨માં રહેતા લતાબેન રતીલાલ પરમારે ગત તારીખ ૨૪-૧૨-૨૦૨૩ના રોજ પોતાના પિતાના ઘરે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.