મોરબી જિલ્લામાં વસતા તમામ જ્ઞાતિજનો માટે આગામી તારીખ 7 જાન્યુઆરીના રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 7 જાન્યુઆરીના સવારે 9 થી 12 વાગ્યા સુધી ધનશ્રી હોસ્પિટલ, શનાળા રોડ, દતાત્રેય મંદિરની સામે મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. જેમાં સર્વે જ્ઞાતિના લોકો જોડાયા અને જેમાં બ્લડ ગ્રુપ ચકાસણી અને રક્તદાન કરવાનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં બ્લડ બેંક, સિવિલ હોસ્પિટલ મોરબી સેવા આપશે. આ રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ લોકો લાભ લે તેવી શ્રી વ્યાસ પ્રગતિ મંડળ મોરબી દ્વારા અપીલ કરવામાં આવી છે.