મોરબી: જોધપર નદી ગામેથી ટ્રેક્ટરની ટ્રોલી ચોરીનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલ્યો

Advertisement
Advertisement

મોરબીના જોધપર નદી ગામેથી રૂપિયા એક લાખની કિંમતની ટ્રેક્ટરની ટ્રોલી કોઈ અજાણ્યો ઇસમ ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જોધપર નદી ગામેથી વલમજીભાઈ ગોરધનભાઇ રાજપરાની માલિકીની ખુલ્લામાં પડેલી એક લાખ રૂપિયાની કિંમતની ટ્રેક્ટરની ટ્રોલી ચોરાઈ જતા મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. અને ટ્રેક્ટરની ટ્રોલી ચોરનાર આરોપી અલકેશ બાબુભાઇ મછાર રહે. ભડિયાદ ગામની સિમ, ગુરુકૃપા સિલિકેટના કારખાનામા નામના શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.