મોરબીની નવજીવન વિદ્યાલય દ્વારા સાયન્સ ટેક એક્સો-2023નું આયોજન કરવામાં આવ્યું છે. એક્સપોને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. નવજીવન વિદ્યાલય મોરબી આયોજિત સાયન્સ ટેક એક્સપો-2023ને ખુલ્લો મૂક્યા બાદ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભકામના પાઠવી હતી અને અથાગ મહેનત બદલ અભિનંદન આપ્યા હતા. મહત્વનું છે કે, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સના પ્રોજેક્ટો રજૂ કરવામાં આવ્યા હતા અને ઈસરો રોકેટની મોટી પ્રતિકૃત્તિ આકર્ષણનું કેન્દ્ર બની હતી.