વાંકાનેર: એસટી પરિવાર અને નાથાણી વોલેન્ટરી બ્લડ બેંક દ્વારા આવતીકાલે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

Advertisement
Advertisement

રક્તદાન મહાદાનને સાર્થક કરવા વાંકાનેર એસટી ડેપો દ્વારા કર્મચારી યુનિયનનાં પ્રમુખ જયુભા જાડેજા તથા કર્મચારીઓ દ્વારા મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે 25 ડિસેમ્બરને સોમવારના સવારે 9 થી 1 વાગ્યા સુધી એસટી ડેપો વાંકાનેર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. બ્લડ ડોનેશન કેમ્પ એસ.ટી ડેપો તથા નાથાણી વોલેટરી બ્લડ બેંકના સહયોગથી યોજાશે. જેમાં બ્લડ ડોનેશન કરવા ઈચ્છુક લોકોએ એસ.ટી ડેપો ખાતે આવવા આહ્વાન કર્યું છે.