મોરબીના લાલપર ગામથી આગળ બાપા સીતારામ મઢુલી પાસે કારે અડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. મોરબી માળીયા ફાટક પાસે ભરતનગર મફતિયાપરા વિસ્તાર ખોડીયાર માતાજીના મંદિર પાસે રહેતા વસંતપરી ઉમેદપરી ગોસાઈએ કાર નંબર GJ-03-HA-0268ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તારીખ 22 ડિસેમ્બરના આરોપીએ પોતાના હવાલાવાળી કાર લાલપર ગામ તરફથી આવતા સર્વિસ રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી બાઈક સવાર ફરીયાદીના ભાણેજના બાઈક નંબર GJ-36-AG-8810 વાળા સાથે અથડાવી ફરીયાદીના ભાણેજને માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી સ્થળ ઉપર મોત નીપજાવી તથા બાઈકની પાછળ બેઠેલા વ્યક્તિને માથાના ભાગે તથા ડાબા સાથળના ભાગે તથા જમણા ખભાના ભાગે ફેકચર જેવી ઇજા પહોચાડી હતી. અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો હતો. આ બનાવ અંગે ભોગ મૃતકના મામાએ આરોપી કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.