મોરબી: હળવદની સાંદીપની ઈંગ્લીશ સ્કૂલમાં મેગા ફેસ્ટમાં 1500 વિદ્યાર્થીઓએ લીધો ભાગ

Advertisement
Advertisement

હળવદની સાંદીપની ઇંગલિશ સ્કૂલ ખાતે મેગા ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મેગા ફેસ્ટ અંતર્ગત સાયન્સ, ફૂડ, ગેમ્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, બુક સ્ટોર વગેરે જેવા કાર્યક્રમોમાં શાળાના 1500 છાત્રોએ ભાગ લીધો હતો. સાયન્સ એન્ડ મેથ્સના 115 પ્રોજેક્ટ, 35 જેટલી ગેમ્સ, 30 જેટલા ફૂડ સ્ટોલ, આર્ટ એન્ડ ક્રાફ્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ 400 થી 500 આઈટમોએ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા બે મહિનાથી સ્કૂલોના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીગણ સતત મહેનત કરી રહ્યા હતા. કાર્યક્રમ નિહાળવા માટે ખૂબ મોટી સંખ્યામાં વાલીગણ પરિવાર સાથે પધાર્યા હતા. સાયન્સ એન્ડ મેથ્સ પ્રોજેક્ટમાં પ્રથમ, દ્વિતીય અને ત્રીજા નંબર આવેલાને ઇનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંકુલના મેનેજિંગ ટ્રસ્ટ હિતેનભાઈ, ડો. શ્વેતાબેન તેમજ તમામ આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.