પ્રેરણા ટ્રસ્ટ દ્વારા શ્રીમદ્ ભગવત ગીતા જયંતી નિમિત્તે વિદ્યાર્થીઓને સ્ટેટ લેવલની પ્રતિયોગિતા હતી જેમાં હળવદની તક્ષશિલા વિદ્યાલયના બાળકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો જેમાં ગીતાજીના શ્લોક પર વકૃત્વ સ્પર્ધા અને ગીતાજીના શ્લોક ગાન સ્પર્ધાનું આયોજન હતું જેમાં તક્ષશિલા વિદ્યાલય ના આચાર્ય મુકેશભાઈ અઘારા તથા તેમની સાથે સહાયક શિક્ષક જાની યસભાઈ તથા જીગ્નેશભાઈ મહેતા ના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધા પૂર્ણ કરવામાં આવી હતી જેમાં પટેલ ખંજન મહેશભાઈ વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો હતો અને દ્વિતીય નંબર મીઠાપરા મીત છગનભાઈ અને તૃતીય નંબર ઇન્દરીયા આકાશ મુકેશભાઈ નંબર મેળવેલ હતો તથા શ્લોક ગાન સ્પર્ધામાં પ્રથમ નંબર સિંધવ ભૂમિકા દલપતભાઈ તથા દ્વિતીય નંબર વાસાણી કોમલ શામજીભાઈ અને તૃતીય નંબર સોલંકી ઉર્મિલા રમણીકભાઈ મેળવેલ હતો.