મોરબી : મોરબીના ચકમપર ગામે રહેતા પરિણીતાએ મોરબી રહેતા પતિ પાસેથી ભરણપોષણ મેળવવા મોરબી ફેમિલી કોર્ટમાં કરેલી અરજી નામદાર ફેમિલી કોર્ટે રદ કરતો હુકમ કર્યો હતો.
આ કેસની વિગતો જોઈએ તો મોરબી તાલુકાના ચકમપર ગામે રહેતા કાંતાબેન કેશુભાઈ ચૌહાણના લગ્ન મોરબી નિવાસી ભાવેશભાઈ અમરશીભાઇ સાથે થયા હતા, અઢીવર્ષના લગ્નજીવન બાદ કાંતાબેને નામદાર મોરબી ફેમિલી કોર્ટમાં ભરણપોષણ મેળવવા અરજી કરતા તમામ પુરાવા,જુબાની અને એડવોકેટ પુષ્પાબેન ભટ્ટની ધારદાર દલીલો ધ્યાને લઈ ફેમિલી કોર્ટના જજ આશાબેન વનાણી સાહેબે કાંતાબેનની ભરણપોષણ મેળવવા માટેની અરજી રદ કરતો હુકમ કર્યો હતો.