મોરબી જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ ઈજનેર 2 લાખની લાંચ લેતા પકડાયા

Advertisement
Advertisement

રોડના કામના બિલ મંજુર કરવાના બદલામાં કમિશન માંગતા એસીબીના છટકામા ઝલાયા

 

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના બહુ ચર્ચિત આસિસ્ટન્ટ ઈજનેર લાંચના છટકામાં સપડાઈ ગયા છે, રોડના કામના બિલ મંજુર કરવા બદલ કમિશન પેટે બે લાખ લેવા જતા હાલમાં લોકઅપની હવા ખાવાનો વારો આવ્યો છે.

 

એસીબી સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી જિલ્લા પંચાયતમા આસીસ્ટન્ટ એન્જીનિયર, માર્ગ અને મકાન પેટા વિભાગ હળવદ જી. મોરબી. વર્ગ – 3મા ફરજ બજાવતા ઉમંગભાઇ ચૌધરી ગઈકાલે પી.એમ.આંગડીયા પેઢી, મોરબીના કર્મચારી પાસેથી રૂપિયા બે લાખની લાંચ લેવા જતા એસીબીના છટકામાં આવી ગયા હતા.

 

વધુમાં ગુજરાત કન્ટ્રકશન કંપનીમાં પેટા કોન્ટ્રાક્ટ રાખી મોરબી જીલ્લા પંચાયત હસ્તક પી.એમ.જી.એસ.વાય. યોજનાના માળીયા મિયાણા તાલુકાના રાંસંગપર સ્ટેટ હાઇવે થી રાંસંગપર, નવાગામ, મેધપર, દેરાળાથી મહેન્દ્રગઢ ગામ પાસે પીપળીયા ડબલપટ્ટી રોડ સુધીના વિસ્તારનુ 19.6 કિ.મી.નુ ડામર રોડનુ કામ કરતા હોય જે થયેલ કામના રૂપિયા ત્રણ કરોડ ચાલીસ લાખનુ બીલ મંજુર થવા મોકલતા જે બીલની ફાઇલ મંજુર કરવા માટે આરોપીએ તેના અભિપ્રાય સાથે મોકલવાની હોય તે બીલની ફાઇલ મા અભિપ્રાય નહી આપતા સાહેદ પોપટભાઇ આક્ષેપીતને રૂબરૂ મળતા આક્ષેપીતએ પોતાને 0.75 ટકા લેખે વહિવટની માંગણી કરેલ હતી.

 

આ બીલની રકમ મુજબ ફરીયાદીએ આરોપી લંચિયા અધિકારીને રૂ.2.55 લાખ આપવાના થતા હોય જે પૈકિ રૂ.2 લાખ આપી જવાનુ નક્કી કરેલ હોય ફરીયાદી આવી લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય મોરબી એ.સી.બી. કચેરીનો સંપર્ક કરી ફરીયાદ જાહેર કરતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવવામા આવેલ જે દરમ્યાન આ ફરીયાદીને આ કામના આક્ષેપીત સાથે વાત કરાવતા મોરબીમાં કોઇ પણ આંગડીયા ઓફીસમાં જઇ આંગડીયુ કરી રૂપિયા બે લાખ મોડાસા મોકલી આપવા જણાવેલ જેથી ફરીયાદી તથા પંચો સાથે મોરબી પી.એમ.આંગડીયા પેઢીમા જઇ આક્ષેપીત સાથે ફરીયાદીએ વાત કરતા ફરીયાદી તથા આંગડીયા પેઢીના કર્મચારી (સાહેદ) સાથે આક્ષેપીતએ હેતુલક્ષી વાતચીત કરી મોડાસા પી.એમ.આંગડીયા પેઢીમા આંગડીયુ કરાવવાનુ કહી લાંચ સ્વીકૃતિની માંગણી કરતા ફરીયાદીએ આક્ષેપિતના કહેવા મુજબ મુદાની નોટો પી.એમ. આંગડીયા પેઢીના કર્મચારીને આપતા જેની સ્લીપ લખી આપતા પંચો રૂબરૂ મુદાની નોટો પી.એમ. આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી કબ્જે કરી ઇજેનર વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીની પકડવા પર આગળની કાર્યવાહી હાથ ઘરેલ છે. સફળ ટ્રેપની કામગીરી મોરબી એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.રાણાએ મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમના નિયામકના માર્ગદર્શન હેઠળ કરી હતી.