પ્રમુખ પદે અગાઉ બે ટર્મ રહી ચુકેલા પરેશ ઉજરીયા ત્રીજી વખત ચિઠ્ઠી થી પસંદ થયા, ઉપપ્રમુખ તરીકે કાનજી દેવડા નિમાયા.

ટંકારા ન્યાયાલય ના પરીસરમા બાર એસોસિયેશન ના જુના હોદેદારોની મુદ્ત પૂર્ણ થતા નવા હોદ્દેદારો નિમવા વકીલ મંડળ ની બેઠક મળી હતી.જેમા, પ્રમુખ તરીકે જાણીતા એડવોકેટ પરેશ ટી. ઉજરીયા, ઉપપ્રમુખ તરીકે કાનજીભાઈ દેવડા ની વરણી કરવામા આવી હતી.
ટંકારા તાલુકા મથકે આવેલ ન્યાયાલય ના પરીસર મા ટંંકારા બાર ના સભ્યો હોય એવા તમામ વકિલો ની બેઠક બાર એસોસિયેશન ના નવા હોદેદારો નક્કી કરવા માટે મળી હતી. અહીંયા દર વર્ષે ઈલેકશનને બદલે સિલેકશન થી મંડળ ના હોદેદારો નિમવાની પ્રણાલી જાળવી રાખવા તાલુકાના ૪૨ વકિલો પૈકી બેઠક મા ઉપસ્થિત ૩૯ એડવોકેટો એ ચર્ચા કર્યા બાદ સહમતી થતા ચિઠ્ઠી સિસ્ટમ થી ઈલેકશન ને બદલે સિલેકસન સાધી પ્રમુખ તરીકે જાણીતા એડવોકેટ પરેશ ટી. ઉજરીયા અને ઉપપ્રમુખ તરીકે કાનજી દેવડા, સેક્રેટરી તરીકે અમિત જાની નુ સિલેકશન કરાયુ હતુ. બાર એસોસિએશન ના હોદ્દેદારો સિલેક્ટ કરવા સિનીયર ધારાશાસ્ત્રી અને બાર એસોસિયેશન ના પૂર્વ ઉપપ્રમુખ અતુલ ત્રિવેદી અને પૂર્વ પ્રમુખ પિયુષ ભટાસણા એ સિલેકસન કમિશનર તરીકે ભૂમિકા ભજવી હતી. જેમા, પ્રમુખ તરીકે વરાયેલ પરેશ ઉજરીયા ત્રીજી વખત પ્રમુખ પદે નિયુકત થયા છે તેઓ વર્ષ ૨૦૧૬ અને ૨૦૨૦ મા સેવા બજાવી ચુકયા છે. આ તકે, બાર ના હોદ્દેદારો પસંદ કરવાની પ્રક્રિયા મા પૂર્વ પ્રમુખ આર.જી. ભાગીયા, સંજય ભાગીયા, બદરૂદિન હાલા, હિરેન નિમાવત, અલ્પેશ દલસાણીયા, અરવિંદ છત્રોલા, બિપીન સોલંકી, રવિ લો, રાહુલ ડાંગર, મુકેશ બારૈયા, હિતેશ ભોરણીયા, જોષનાબેન ચૌહાણ, જુગલ ગાંધી, ધવલ ગાંધી, દેવજી ચૌહાણ સહિતના સિનીયર જુનિયર એડવોકેટો ઉપસ્થિત રહી પ્રક્રિયા આટોપી હતી. ઉલ્લેખનિય છે કે, ટંકારા બાર ઍસોશિયેશને સમંતિ સાધી હોદ્દેદારો નિયુકત કરવાની પ્રણાલી જાળવી રાખી હતી.