વાંકાનેર : આજના સમયમાં પ્રમાણિકતા દાખવવી અને ખોવાયેલ ચીજ વસ્તુઓ પરત આપવી તે મોટી ઘટના બની જાય છે ત્યારે આવી જ એક ઘટના કુવાડવાથી સિંધાવદર સુધી બસમાં બેસીને મુસાફરીનો મોબાઈલ બસ મા પડી ગયેલ અને તે વ્યક્તિ સિંધાવદર આવતા ઉતરી ગયા હતા. જો કે પેસેન્જર બસ માથી ઉતરી જતાં રહ્યા હતા ત્યાં સુધી તેને ખબર પડી નથી કે પોતાનો મોબાઈલ બસ મા પડી ગયો છે ત્યારે એસ.ટી. બસના મહિલા કંડકટર દ્વારા ડ્રાઈવર ને જાણ કરી હતી અને મોબાઈલના માલિકને બોલાવી તેનો મોબાઈલ પરત આપેલ.
પ્રાપ્ત માહિતી મુજબ ધ્રાંગધ્રા ડેપોની રાજકોટ વાંકાનેર ધ્રાંગધ્રા રૂટની બસ નાં ડ્રાઈવર તથા કંડકટર દ્વારા માનવતા દાખવી અને પ્રમાણિકપણે પેસેન્જર નો મુસાફરી દરમ્યાન બસમ પડી ગયેલો મોબાઈલ પરત આપેલ. જેમાં એસ.ટી. નાં ડ્રાઈવર એમ.એમ. રાણા તથા કંડકટર સ્વીટીબેન મીરાણી દ્વારા કીમતી મોબાઈલ જે પેસેન્જર નો ખોવાયેલ હતો તેની ખરાઇ કરી મૂળ માલિકને મોબાઈલ પરત કરી પ્રામાણિકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.