મોરબીના સોખડા ગામ નજીક ફાસ્ટન કારખાના પાસે રોડ ઉપર પ્રૌઢને એક શખ્સે ગાળો આપી જાતી પ્રત્યે હડધૂત કરી મારમાર્યો હતો. અને જો ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર પ્રૌઢે આરોપી શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. સોખડા ગામે રહેતા રમેશભાઇ ખીમાભાઇ મકવાણાએ આરોપી હરદેવભાઈ બાબાભાઈ બાલાસરા રહે. સોખડા(કિશનગઢ) વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ગત તારીખ 20 ડિસેમ્બરના ફરીયાદીએ અગાઉ કરેલ પોલીસ ફરીયાદનો આરોપીએ ખાર રાખી ફરીયાદી મોટર સાઇકલ ઉપર જતા હોય સામેથી આરોપી પોતાના મેટાડોરમાં આવી ફરીયાદીને જાહેરમાં ગાળો આપી બે ત્રણ જાપટ મારી જ્ઞાતિ પ્રત્યે હળધુત કરી ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર રમેશભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.