મોરબી: હળવદના જોશીફળી નજીકથી રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ/બીયરના જથ્થા સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement

હળવદમાં લક્ષ્મીનારાયણ ચોક પાસે જોશીફળી નજીક આરોપી ધવલ નરેન્દ્રભાઇ શુકલના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની/બીયરના જથ્થા સાથે એક ઈસમને મોરબી એલસીબીએ ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. જોશીફળી નજીક આરોપી ધવલ નરેન્દ્રભાઇ શુકલના કબ્જા ભોગવટાવાળા ખંઢેર રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૪ જેની કિંમત રૂપિયા ૧૨૦૦ તથા બીયર ટીન નંગ-૨૧ જેની કિંમત રૂપિયા ૨૧૦૦ એમ કુલ કિંમત રૂપિયા ૩૩૦૦ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન આરોપી ધવલ નરેન્દ્રભાઇ શુકલ રહે. જોશીફળીવાળાને મોરબી એલસીબીએ ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક શખ્સ પંકજ ચીમનભાઈ ગોઠી રહે. કણબીપરાવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. તેમજ બંને આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.