મોરબી: ફાટસર ગામે તીનપત્તીનો જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા

ફોટો સોર્સ- ગૂગલ
ફોટો સોર્સ- ગૂગલ
Advertisement
Advertisement

મોરબી તાલુકાના ફાટસર ગામે પ્લોટ વિસ્તાર શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. ફાટસર ગામે પ્લોટ વિસ્તાર શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો નવલસીહ પ્રભાતસીહ જાડેજા, વસંતભાઇ ઓધવજીભાઇ કાસંન્દ્રા, પ્રવિણભાઇ રાધવજીભાઇ લીખીયા, નરેન્દ્રભાઇ બાબુભાઇ ગાંભવા, અને દયાલજીભાઇ ગોવિદભાઇ ચોટલીયાને રોકડ રકમ રૂપિયા ૪૬,૬૦૦નાં મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.