મોરબીના એવન્યુ પાર્કમાં કુતરા અને આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે. જેને લઈને કોઈ નિર્દોષ લોકો તેનો ભોગ ના બને તે માટે કાર્યવાહી કરવા સ્થાનિકો દ્વારા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે. ચંદ્રિકાબેને રજૂઆત કરતા જણાવ્યું છે કે, તારીખ 14 ડિસેમ્બરના રાત્રીના સમયે એવન્યુ પાર્કમાં ગરબી ચોક વિસ્તારમાં તેઓને કૂતરાએ બચકું ભરતા ઇજાઓ પહોંચી હતી. આ વિસ્તારમાં કૂતરા અને સાથે આખલાઓનો અસહ્ય ત્રાસ છે. આ વિસ્તારમાં બાળકોને લઈને જતા વાલીઓમાં પણ ડર રહે છે. કોઈ અણબનાવ બને એ પૂર્વે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.